/

અલ્પેશ ઠાકોરે સેનાના 25 જિલ્લાના પ્રભારી કર્યા જાહેર, આગામી દિવસોમાં ઓનલાઇન મેમ્બરશિપ

ગુજરાત રાજ્યમાં આગામી દિવસો માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ આવી રહી છે જેના પગલે હવે ક્ષત્રિય ઠાકોર સેનાએ પોતાના સમાજ ના જ ૨૫ જિલ્લાના પ્રભારી નિમણુક કરી દીધી છે અને નામોની યાદી પણ જાહેર કરી છે ક્ષત્રિય ઠાકોર સેના હવે ભાજપ અને કોંગ્રેસની સામે સમાજ ના નામે ચૂંટણી લડી પોતાનું કાર્ય વધારશે અને રાજકારણમાં ક્ષત્રિય સમાજ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવાની તડામાર ત્યારી કરી રહ્યું છે

આવનારા દિવસોમાં 70 થી વધુ તાલુકાના પ્રભારી જાહેર થશે તેવું ઠાકોર સેનાના યુવા નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. આવનારા ત્રણ મહિનામાં ચાર હજારથી વધુ ગ્રામ સમિતિની થશે પુન રચના કરવાની હાલ તૈયારી કરી લેવામાં આવી છે અને ક્ષત્રિય ઠાકોર સમાજ પોતાના બળ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે અને રાજકારણમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે તેવી તૈયારી આજ થી જ આરંભી દેવામાં આવી છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આવતા મે મહિનામાં ઠાકોર સેના ઓનલાઇન મેમ્બરશીપ ડ્રાઇવ શરૂ કરશે અને સમાજ ના યુવાનોને આગળ આવી રાજકારણમાં સક્રિય કરશે સમાજ ના ૧૦ લાખ થી વધારે સભ્યો બનાવવાનો ટાર્ગેટ છે અને ગુજરાતમાં ઠાકોર સેનાનું આગવું પ્રભુત્વ રહે તે દિશામાં કામ કરવાનો અમારો લક્ષ છે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આજ સુધી ક્ષત્રિય ઠાકોર સમાજને રાજકીય આગેવાનોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી રાજકારણમાં પોતાનું કદ વધારેલ છે પરંતુ હવે સમાજ પણ ભણી ગણી હોશિયાર બની ગયો છે અને સમાજ ના યુવા-યુવતીઓ રાજકીય કારકિર્દી બનાવે તેના માટે ઠાકોર સેનાની સ્થાપના કરવામાં આવી છે.

આવનારી સ્થાનિક સ્વારાજ્યંની ચૂંટણીમાં ઠાકોર સેના પોતાના જ ઉમેદવારોને ઉભા રાખી ચૂંટણીઓ લડાવશે અને આજની યુવાપેઢી પોતાની રાજકીય કારકિર્દીમાં પ્રવેશ કરે તેવા ઉદેશ્ય સાથે ઠાકોર સેના મજબુતીથી આગળ વધી રહી છે અલ્પેશ ઠાકોરે જાણવાયું હતું કે સેનાએમાં જોડાવા માટે અમોએ આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ શરૂ કર્યો છે

તે ટેક્નોલોજી થી સમાજના યુવાનો અને યુવતીને સેનાના સભ્ય પદ મળી રહે તેમાટે  મીસકોલ કરી લીંક મેળવી જેતે વ્યક્તિ પોતાની માહિતી આપી સભ્ય બની શકશે. સમાજના ભણેલા ગણેલા યુવાનોને ચૂંટણી લાડવાની પણ તક આપવાનું આયોજન કરવા માં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.