////

હવે LPG ગ્રાહકોને બુકિંગ માત્રથી નહિં મળે સિલિન્ડર, કરવી પડશે આ ડિલિવરી પ્રોસેસ

1લી નવેમ્બરથી એટલે કે આગામી મહિનામાં ઓઈલ કંપનીઓ LPG સિલિન્ડરને લઈને નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યાં છે. ત્યારે ગ્રાહકે તેનું પાલન ન કર્યું તો તેમને ગેસ સિલિન્ડરની ડિલિવરી મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. સાથે જ ખોટી જાણકારીના કારણે ગેસ સિલિન્ડરની ડિલિવરી પણ બંધ થઈ શકે છે.

જાણવા મળતી માહિતી મુજબ રાંધણ ગેસનું બુકિંગ કરાવવા માત્રથી હવે ડિલિવરી મળશે નહીં. હવેથી ગેસ બુકિંગ બાદ ગ્રાહકોને મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર ડિલિવરી માટે આવશે તો આ OTP તમારે ડિલિવરી બોય સાથે શેર કરવાનો રહેશે. જ્યારે એકવાર આ કોડનું સિસ્ટમ સાથે મેચ થઈ જાય ત્યાર બાદ જ ગ્રાહકને સિલિન્ડરની ડિલિવરી મળશે. ઓઈલ કંપનીઓ DACને સૌથી પહેલા 100 સ્માર્ટ શહેરોમાં શરૂ કરશે.

ત્યારે જો ગ્રાહકનો મોબાઈલ નંબર અપડેટ નથી તો ડિલિવરી પર્સન એક એપ દ્વારા પણ તેને Real time અપડેટ કરી શકશે અને કોડ જનરેટ કરી શકશે. એટલે કે ડિલિવરી સમયે તમે તે એપની મદદથી તમારો મોબાઈલ નંબર ડિલિવરી બોય દ્વારા જ અપડેટ કરાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published.