///

હવે ભારતમાં પબ્જી મોબાઈલ ઈન્ડિયા થશે લોન્ચ

પબ્જી મોબાઈલ ભારતમાં પરત આવી રહી છે. આ અંગેની જાહેરાત સાઉથ કોરિયન કંપની પબ્જી કોર્પોરેશને કરી દીધી છે. જેમાં કંપની ભારતીય માર્કેટ માટે નવી ગેમ લઇને આવી રહી છે જે ભારત માટે જ બનાવવામાં આવી છે. ત્યારે હવે ચીની કંપની સાથે આ કંપની કોઈ પાર્ટનરશિપ કરશે નહી. પબ્જી કોર્પોરેશન મુજબ ભારતમાં પબ્જી મોબાઇલ ઇન્ડિયા લોન્ચ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, આ નવી એપ્લિકેશન સિક્યોરિટીનું સંપૂર્ણ ધ્યાન રાખશે. ભારતમાં કંપની મોટું રોકાણ કરવા માટે પણ તૈયાર છે.

પબ્જી કોર્પોરેશનના જણાવ્યા મુજબ પબ્જી મોબાઇલ ઇન્ડિયા ભારત માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સાથે જ કંપની ભારતમાં એક સબ્સિડરી પણ તૈયાર કરશે, જેથી પ્લેયર્સ સાથે સહેલાઇથી કોમ્યુનિકેશન કરી શકાય. ભારતની પબ્જી કંપની 100 કર્મચારીની નિમણૂંક કરશે. તેના માટે લોકલ ઓફિસ તૈયાર કરવામાં આવશે અને લોકલ બિઝનેસ સાથે મળી કંપની આ ગેમિંગ સર્વિસ ચલાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ડેટા સુરક્ષાને લઇને અને ચીન સાથેના સંબંધના કારણે પબ્જીને બેન કરાઇ હતી, આ કારણે કંપની આ વખતે પબ્લિશર તરીકે ચીની કંપની ટેન્શન્ટ સાથે મળી ભારતમાં ગેમ નહીં લાવે. જોકે બીજા દેશોમાં કંપની ટેન્સન્ટ સાથે મળી કામ કરશે. જોકે કંપની અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે, આ ગેમ ક્યારે લોન્ચ કરવામાં આવશે. કંપનીના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના સંબંધિત જાણકારી શેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.