///

હવે ટ્વીટરને ટક્કર આપવા માટે આવી સ્વદેશી એપ ટૂટર

હવે ભારતમાં અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને ટક્કર આપવા માટે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂટર લાવવામાં આવ્યું છે. કંપની તરફથી આ એપ વિશે જણાવવામાં આવ્યું છે કે, આ સ્વદેશી આંદોલન 2.0 છે.

જોકે ટૂટરની શરૂઆત જૂન-જુલાઈમાં જ થઈ ગઈ હતી, પરંતુ એક પ્લેટફોર્મ તરીકે હાલ તે ચર્ચામાં છે. જે પ્રકારે ટ્વીટરથી ટ્વીટ્સ કરવામાં આવે છે, તેવી જ રીતે ટૂટરમાં પણ ટૂટ્સ કરી શકાય છે. તો કલર કૉમ્બિનેશન પણ ટ્વીટરની જેમ જ બ્લૂ અને વ્હાઈટ જ છે.

અત્યારે ટૂટરમાં સામાન્ય લોકોની સાથે-સાથે અનેક મોટી હસ્તીઓ પણ છે. જેમાં વડાપ્રધાન મોદીનું વેરિફાઈડ એકાઉન્ટની સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ , રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને સદ્દગુરુનું વેરિફાઈડ એકાઉન્ટ પણ અહીં જોવા મળે છે. ભાજપનું સત્તાવાર એકાઉન્ટ પણ આ પ્લેટફોર્મ પર છે. અભિષેક બચ્ચન અને વિરાટ કોહલીનું એકાઉન્ટ પણ ટૂટર પર છે.

આ ઉપરાંત ટૂટરમાં એ તમામ વસ્તુ કરી શકાય છે, જે ટ્વીટરમાં કરવામાં આવે છે. સ્વદેશી ટૂટરને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, યૂઝર તેને ટ્વીટરની જેમ જ ફીલ કરી શકે છે. અહીં પ્રોફાઈલ, ન્યૂઝ ફીડ, ફૉલો પીપલ ટૂટ, Oops યૂ ટૂટ જેવા વિકલ્પ જોવા મળે છે. જેમાં ટ્વીટરની જેમ ચકલી નહીં, પરંતુ ભારતીય શંખનું સિમ્બોલ જોવા મળે છે.

ત્યારે ટૂટરથી જોડાવા માટે આ એપને પહેલા પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ કેટલીક જાણકારીઓ જેવી કે ઈમેઈલ આઈડી, ક્રિએટ પાસવર્ડ અને ન્યુ યુઝરનેમ ઓપ્શન આવશે. જે કર્યા બાદ સાઈન-ઈન થઈ શકાશે.

Leave a Reply

Your email address will not be published.