////

હવે સુરત ટ્રાફિક પોલીસ કેશલેસ ડિવાઈસથી વસૂલશે દંડ

આધુનિક ટેકનોલોજીના સમયમાં હવે ધીમે ધીમે સરકારી વિભાગ પણ પોતાને અપગ્રેડ કરી રહ્યાં છે. એવામાં કોરોનાની મહમારીમાં જ્યારે કેટલીક ગાઈડલાઈન બનાવવામાં આવી છે, તેને ધ્યાનમાં રાખીને કેટલીક સાવચેતી જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરત શહેરના ટ્રાફિક વિભાગે અપગ્રેડ કરી હવે દંડની વસૂલાત માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે.

સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના માર્ગદર્શન તેમજ સૂચન મુજબ, સુરતની જનતાને કોન્ટેક્લેસ ચલણ તેમજ તેના કેશલેસ પેમેન્ટ સારૂ આ પહેલ સુરત સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા હેન્ડ છેલ્ડ ડિવાઈસ 50 જેટલા ટ્રાફિક શાખાને આપવામાં આવ્યા છે.

કુલ 51 જેટલા ટ્રાફિક નિયમ ભંગના કિસ્સામાં સમાધાન શુલ્ક વસૂલાત માટે સ્થળ પર જ પાવતી આપી શકાશે. તેમજ વસૂલાતની રકમ રોકડ ઉપરાંત PayTM , Google Pay, ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, UPI, BHIM, બારકોડ અને ક્યુ.આર. બારકોડ સ્કેન, નેટ બેકીંગથી પણ કેશલેસ ટ્રાન્સેક્શન કરીને પણ વસૂલાતની રકમ ચૂકવીને પાવતી સ્થળ પર મેળવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ ઉપરાંત દંડની ભરેલ રકમની પાવતી ઉપરાંત એસ.એમ.એસથી પણ જાણ કરવામાં આવશે. એસ.એમ.એસમાં આવેલી લીંક પર ક્લિક કરવાથી પાવતીની સોફ્ટ કોપી પણ ઉપલબ્ધ થશે જેની પ્રિન્ટ પણ લઈ શકાશે.

ટ્રાફિક શાખાના દરેક એ.સી.પી, પી.આઇ. અને પી.એસ.આઇને આ હેન્ડ હેલ્ડ ડિવાઇસ આપવામાં આવશે. પાવતી તથા ચલણ સરકારના કેન્દ્રીય મોટર વાહન નિયમોથી અધિકૃત છે. પોલીસ ને જે નિયમભંગના કિસ્સામાં સમાધાન શુલ્ક વસુલવાની સત્તા છે, તેની જ વસૂલાત કરવામાં આવશે. દિવસના અંતે રોકડ રકમનો હિસાબ કંઇ પધ્ધતિથી કેટલા ટ્રાન્જેક્શન થયા તેનો અલગ અલગ હિસાબે રીજીયન કચેરીએથી મળી શકશે.

જોકે યુઝર્સ પણ તેનો હિસાબ અલગથી મેળવી શકશે. કેશલેસ ટ્રાન્સેક્શનની તમામ રકમ ટ્રાફિક શાખાના અલગ ખાતામાં જમા થશે. જે સમયાંતરે સરકારી તિજોરીમાં જમા કરાવાય છે. દરેક ડિવાઇસ યુઝર આઇ.ડી અને પાસવર્ડથી સુરક્ષિત છે. આટલું જ નહીં ડિવાઇસ અલગ-અલગ અધિકારીના નામ જોગ ફાળવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.