///

હવે નેશનલ હાઈવેની હાલત ઓનલાઈન જાણી શકાશે

હવે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એજન્સીઓના સમસ્ત નેશનલ હાઇવેને ઓનલાઇન કરવા જઇ રહી છે. જેમાં હાઇવેને એક પ્લેટ ફોર્મ પર લાવવા માટે રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ નામનો સોફટવેર વિકસિત કરવામાં આવી રહ્યો છે, જેમાં ન્યુઝીલેન્ડના કન્સલટન્ટની મદદ લેવામાં આવી રહી છે.

આ સિસ્ટમથી જનતાને લાંબી દૂરીની યાત્રા દરમિયાન હાઇવેની હાલત, પર્યટક સ્થળ, હોટલ વગેરેની જાણકારી ઓનલાઇન મળી શકશે. વિશાળ એકિકૃત રોડ ટેક્સ બેન્ક ઉપલબ્ધ થવાથી સરકાર હાઇવેના વિકાસ, વિસ્તૃતિકરણ, વિકાસની એડવાન્સ યોજનાઓ તેમ બજેટની વ્યવસ્થા કરી શકશે.

આ ઉપરાંત સરકારે નેશનલ હાઇવેના ખાડા, ડિઝાઇનની ખામીઓ દૂર કરવા માટે પ્રથમવાર નેટવર્ક સર્વે વ્હીકલના પ્રયોગ કરવો શરૂ કરી દીધો છે. તેમાં આધુનિક સાધનોથી સજજ વિશેષ વાહન ઝડપથી ચાલીને નેશનલ હાઇવેનું સ્ક્રીનીંગ કરવામાં સક્ષમ છે. સાથે જ એનએસવી સિસ્ટમને રોડ એસેટ મેનજમેન્ટ સિસ્ટમમાં વિલય કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.