////

હવે સરકાર અનાજને લઈને લાવી રહી છે આ નવી યોજના…

હાલમાં દેશમાં પોષણ સુરક્ષાને વ્યાવહારિક રુપ આપવાની પ્રક્રિયા હેઠળ ખાદ્ય તથા સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા ચોખાને પોષણયુક્ત બનાવવા અને સાર્વજનિક વિતરણ પ્રણાલીના માર્ફતે વિતરણ માટે એક કેન્દ્ર પ્રાયોજિત પાયલટ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાને વર્ષ 2019-20થી શરુ થઈ રહેલા 3 વર્ષો માટે મંજૂરી મળી ગઈ છે અને આ માટે 174.6 કરોડ રુપિયાનું કુલ બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.

આ યોજના લાગુ કરવા માટે 15 રાજ્ય સરકારોએ પોત-પોતાના જિલ્લાઓની ઓળખ કરી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને છત્તીસગઢ આ 5 રાજ્યોએ પહેલાથી પોત પોતાના જિલ્લામાં આ પોષણયુક્ત ચોખાનું વિતરણ શરુ કરી દીધું છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ખાદ્ય તથા ગ્રાહકોના મામલે, રેલવે, વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ વર્ષે 31 ઓક્ટોબરે થયેલી એક સમીક્ષા બેઠકમાં દેશમાં પોષણયુક્ત ચોખા વિતરણને વધારવા પર ભાર મુક્યો હતો. આ જિલ્લાઓને કવર કરવા માટે લગભગ 130 લાખ મેટ્રિક ટન પોષણયુક્ત ચોખાની જરુર છે. હાલમાં તેનું પ્રમાણ 15 હજાર મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે.

આ ઉપરાંત આ અંગે એફસીઆઈએ કહ્યું કે, તે આ બાબતમાં જરુરી રોકાણ માટે વિભિન્ન સેક્ટરોમાં સ્થિત ચોખા મિલોની સાથે ગઠબંધન કરશે. એફસીઆઈ તરફથી આ ઓપરેશનલ તૈયારીથી 2021-22થી ચરણબદ્ધ રીતે પોષણયુક્ત ચોખાની ખરીદી તથા તેને પુરુ પાડવામાં સફળતાપૂર્વક વુદ્ધિ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published.