///

હવે આ ટેલિકોમ કંપનીના ગ્રાહકો માટે અનલિમિટેડ ફ્રી કોલિંગ સેવા થઈ બંધ…

BSNL ટેલીકોમ કંપનીએ પોતાના પાંચ પ્રીપેડ STVsને બંધ કરી દીધા હતા. પરંતુ એકવાર ફરી સરકારી ટેલિકોમ કંપની STV 395ના રિવિઝનની સાથે ચર્ચામાં છે. ત્યારે આ રિવિઝનની સાથે BSNLએ વોઇસ કોલિંગ લિમિટને બીજીવાર શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ટેલિકોમ કંપની 31 ઓક્ટોબર સુધી અનલિમિટેડ વોઇસ કોલિંગ બેનિફિટ ઓફર કરી રહી હતી. STV 395માં દરરોજ બે જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 71 દિવસ છે અને લેટેસ્ટ રિવિઝન બાદ આ ફાયદા મળતા રહેશે. STV 395મા કરવામાં આવેલા ફેરફાર બધા સર્કલમાં લાગૂ થશે.

BSNL STV 395માં કરવામા આવેલા નવા ફેરફાર બાદ 3000 ઓન-નેટ જ્યારે 1800 ઓફ નેટ મિનિટ્સ ફ્રી ઓવર કરવામાં આવી રહી છે. આ પહેલા પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો મળતો હતો. પરંતુ ટેલિકોમ કંપનીએ દરરોજ 250 મિનિટની કેપિંગ કરી રાખી છે. જેમાં ફ્રી મિનિટ્સ બાદ યૂઝર્સે 20 પૈસા પ્રતિ મિનિટ હિસાબથી ચાર્જ આપવો પડશે.

તો બીજી બાજુ વોડાફોન આઇડિયા અને એરટેલ જેવી ખાનગી કંપનીઓ કોઈ FUP લિમિટ વગર અનલિમિટેડ વોઇસ કોલિંગ ઓફર કરી રહી છે. તો રિલાયન્સ જીયોએ પણ ઓફ-નેટવર્ક કોલિંગ મિનિટ્સ માટે કેપિંગ કરી છે અને 3 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ વસૂલે છે.

આ ઉપરાંત BSNL STV 395ની સાથે દરરોજ 2 જીબી ડેટા 71 દિવસ માટે મળે છે. નવો પ્લાન STV 395 મુંબઈ અને દિલ્હી સર્કલ સિવાય બધા ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે. ત્યારે મહત્વનું એ છે કે, આ બંન્ને મહાનગરોમાં BSNLની જગ્યાએ MTNL પોતાની સર્વિસ પ્રોવાઇડ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.