///

હવે વોટ્સએપ ઉપયોગકર્તાને આ ખાસ સર્વિસ માટે વસુલવો પડશે ચાર્જ

અત્યારે દુનિયાભરમાં ચેટિંગ અને મેસેજિંગ એપ વોટ્સએપ ખુબ લોકપ્રિય બની ગયું છે. ત્યારે મોટાભાગના લોકો પોતાના ફોનથી વાતચીત, વીડિયો કોલ અને ચેટિંગ માટે વોટ્સએપનો જ ઉપયોગ કરતા હોય છે. આ બધા વચ્ચે વોટ્સએપ ઉપયોગકર્તાઓ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

જેમાં કંપનીએ જાહેર કર્યું છે કે હવે વોટ્સએપ બિઝનેસ માટે ઉપયોગકર્તા પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. આ વાતની જાણકારી કંપનીએ પોતાના અધિકૃત બ્લોગથી આપી છે. વોટ્સએપએ પાંચ કરોડથી વધુ બિઝનેસ યૂઝર્સ માટે પે-ટુ-મેસેજ ઓપ્શનની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે ‘અમે બિઝનેસ ગ્રાહકોને આપવામાં આવી રહેલી કેટલીક સેવાઓને ચાર્જેબલ કરવા જઈ રહ્યા છીએ. જેથી કરીને અમારા બે અબજથી વધુ ગ્રાહકોને વિના મૂલ્યે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ, વીડિયો અને વોઈસ કોલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા રહીએ.’ જો કે વોટ્સએપએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે, બિઝનેસ સર્વિસ માટે કેટલો ચાર્જ વસૂલવામાં આવશે.

વોટ્સએપે હાલમાં જ નાના વેપારીઓને ધ્યાનમાં રાખીને વોટ્સએપ બિઝનેસ નામની એક અલગ એપ શરૂ કરી છે. આ એપની ખાસિયત એ છે કે, તેમાં નાના વેપારીઓને લગતા અનેક ફીચર્સ છે જે તમને સામાન્ય વોટ્સએપમાં મળતા નથી. સાથે જ આ ફીચરની મદદથી નાના વેપારીઓને પોતાનો બિઝનેસ ઊભો કરવામાં પણ મદદ મળશે. ત્યારે કંપનીએ પોતાના બિઝનેસ યૂઝર્સને આ નવા ફીચર માટે નોટિફિકેશન મોકલવાનું પણ શરૂ કરી દીધુ છે.

Leave a Reply

Your email address will not be published.