///

હવે શિયાળામાં કોરોનાની સાથે-સાથે સ્વાઇન ફલૂનું પણ રહેશે જોખમ

હાલમાં ઋતુમાં થઇ રહેલાં પરિવર્તન અને પ્રદુષણને કારણે સ્વાઇન ફલુનું સંક્રમણ વધવાની શંકા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વાઇન ફલુ અને કોરોનાનું એક સાથે સંક્રમણ થઇ પણ ઉભું થઈ શકે છે. જોકે ફલુ અને કોરોનાના લક્ષણ સમાન જોવામાં આવ્યા છે. માનવામાં આવી રહયુ છે કે, દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં કોરોનાની સાથે સ્વાઇન ફલુ પણ લોકોની હેરાનગતિમાં વધારો કરી શકે છે.

ડો. રણદીપ ગુલેરીયાના જણાવ્યા પ્રમાણે કોરોનાના સંક્રમણની જેમ સ્વાઇન ફલુ પણ ઠંડીમાં ઝડપથી ફેલાય છે. સાથે સાથે વાયુ પ્રદુષણ પણ કોરોનાના પ્રસારમાં મદદ કરતુ હોવાના પુરાવા સાંપડયા છે. આ અંગે થોડા મહિના પહેલા જ ઇટલી અને ચીનમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. જેને ધ્યાને લઇને દિલ્હી સરકાર દ્વારા સાવચેત કરવામાં આવી રહયુ છે કે, કોરોનાની સાથે આગામી સમયમાં ફલુ, ડેંગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, સ્કૂબ ટાઇફસ સહિત અનેક પ્રકારની બિમારીઓનું સંક્રમણ પણ ફેલાઇ શકે છે.

જેના બચાવ, તપાસ અને સારવાર માટે દિશા-નિર્દેષ જાહેર કરવામાં આવ્યા છે. ફલુથી બચવા માટે રસી ઉપલબ્ધ છે. તેથી તમામ સ્વાસ્થ્ય કર્મીઓને ફલુની રસી લેવાની સુચના આપવામાં આવી છે. સ્વાસ્થ્યકર્મીઓ સિવાય વૃધ્ધો, સગર્ભા મહિલાઓ, ડાયાબિટીસ, અસ્થમા સહિત જુની બિમારીઓથી પીડાઇ રહેલા દર્દીઓને ફલુની રસી લેવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે ફલુની સાથે કોરોનાનું સંક્રમણ ગંભીર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published.