/

હવે આ ગુજ્જુ અભિનેતા બોલિવુડમાં કરશે એન્ટ્રી

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણ વધવાને લઈને લોકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનમાં થિયેટરો પર પ્રતિંબંધ લાદવામાં આવ્યો હતો. જેના કારણે ઓટીટી પ્લેટફોર્મ્સે દર્શકો વચ્ચે બહુ ઝડપથી જગ્યા કરી લીધી છે. આ પ્લેટફોર્મ્સ પર રિલીઝ થનારી ફિલ્મો તેમજ વેબ સિરીઝને દર્શકોનો પણ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે. હાલમાં જ રિલીઝ થયેલી ‘સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી’ પણ આવા જ એક પ્રોજેક્ટ્સની યાદીમાં આવે છે. આ સિરીઝમાં પ્રતિક ગાંધીએ મુખ્ય ભૂમિકા ભજવી છે, જેને લઈને તેના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

‘સ્કેમ 1992-ધ હર્ષદ મહેતા’માં સારા અભિનયના કારણે પેન સ્ટુડિયોએ પોતાના આગામી ફિલ્મ માટે પ્રતિક ગાંધીમે ‘રાવણ લીલા’માં મુખ્ય અભિનેતાની ભૂમિકા માટે સાઈન કર્યો છે. પ્રતિક ગાંધીએ પોતાના ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યથી લોકોને આ શુભ સમાચાર જણાવ્યા છે. પ્રતિક ગાંધીએ લખ્યું છે કે, ‘આ દિવાળી મારા માટે જબરદસ્ત બોનસ લઈને આવી છે. મે મારી પહેલી હિન્દી ફિચર ફિલ્મ સાઈન કરી છે. જેનું નામ રાવણ લીલા છે. આ ફિલ્મને હાર્દિક ગજ્જર ડાઈરેક્ટ કરશે.’

પેન સ્ટુડિયોના માલિક જયંતિ લાલે રાવણ લીલા અંગે વાત કરતા જણાવ્યું કે, ‘આ ફિલ્મની વાર્તા એકદમ નવી છે. આ કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મ છે. જેમાં શાનદાર મ્યૂઝિક અને જબરદસ્ત પરફોર્મન્સ હશે. અમે આ ફિલ્મને લઈને ખુબ એક્સાઈટેડ છીએ.’ તો રાવણ લીલાના ડાઈરેક્ટર હાર્દિક ગજ્જરે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, કહાની કહેવાની અનેક રીત હોય છે. મે એક નવી રીત ટ્રાય કરી છે. મને આશા છે કે દર્શકોને મારી રીત પસંદ આવશે.

Leave a Reply

Your email address will not be published.