///

હવે કોલેજ-યુનિવર્સિટી માટે UGCએ જાહેર કરી ગાઈડલાઈન્સ

હવે દેશભરમાં સ્કૂલો બાદ કૉલેજ અને યુનિવર્સિટીઓ ખોલવાની પણ તૈયારીઓ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આ અંગે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવતા કૉલેજોને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે, તેને તબક્કાવાર ખોલવામાં આવશે. જેમાં સૌથી પહેલા માસ્ટર્સ, રિસર્ચ અને ફાઈનલ યરના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલવામાં આવશે.

UGCની ગાઈડલાઈન્સ પ્રમાણે એક ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને કૉલેજમાં બોલાવવામાં આવશે. કોઈ પણ ક્લાસમાં જો 100 વિદ્યાર્થીઓ હોય, તો એક દિવસમાં માત્ર 50 જ વિદ્યાર્થીઓ આવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત માસમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે, 15 ઓક્ટોબર બાદ સ્કૂલ અને કૉલેજ ખોલવાનો નિર્ણય રાજ્યો લઈ શકે છે. જે બાદ કેટલાક રાજ્યોએ સ્કૂલો ખોલી દીધી છે. જ્યારે કેટલાક રાજ્યો સ્કૂલો અને યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.