///

ત્રીપક્ષીય વાર્તાલાપ માટે NSA અજીત ડોભાલ પહોંચ્યા કોલંબો

નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ શુક્રવારે ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે ત્રીપક્ષીય વાર્તા માટે કોલંબો ખાતે પહોંચ્યા છે. શ્રીલંકામાં ભારત અને માલદીવની સાથે મરીન સુરક્ષા સહયોગ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની ચોથી બેઠક આયોજીત થઈ રહી છે. વર્ષ 2014માં નવી દિલ્હી બાદ આ બેઠક 6 વર્ષ બાદ પ્રથમવાર યોજાઈ રહી છે.

કોલંબોમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યુ, ‘NSA અજીત ડોભાલ મેરીટાઇમ અને સુરક્ષા સહયોગ પર ભારત-શ્રીલંકા-માલદીવ ત્રણપક્ષીય વાતચીત માટે કોલંબો ખાતે પહોંચ્યા છે. તેમનું આર્મી કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ શિવેન્દ્ર સિલ્વાએ સ્વાગત કર્યુ હતું.’ ડોભાલ અને માલદીવના રક્ષાપ્રધાન મારિયા દીદી એક બીજાના પ્રતિનિધિમંડળની સાથે વાતચીત કરશે. આ સિવાય બાંગ્લાદેશ, મોરીશસ અને સેશેલ્સના ઓબ્ઝર્વર પણ હાજર રહેશે.

ઉચ્ચસ્તરીય વાતચીતમાં ઘણા મુદ્દા પર ચર્ચા થશે. જેમાં સમુદ્રી સુરક્ષા માટે પોતાના ક્ષેત્ર વિશે જાણકારી, કાયદાકીય ક્ષેત્ર, સર્ચ અને બચાવ અભિયાનમાં ટ્રેનિંગ, સમુદ્રી પ્રદૂષણ માટે પ્રતિક્રિયા, સૂચનાને શેર કરવી, નશીલા પદાર્થોની કસ્કરી પર પ્રતિબંધ અને હિંદ મહાસાગરમાં કોન્ટ્રાબેન્ડ ટ્રાફિકિંગને રોકવા જેવા મુદ્દા સામેલ છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું કે, NSA સ્તર પર ત્રણપક્ષીય બેઠકથી હિંદ મહાસાગરમાં દેશોને અસરકારક પ્લેટફોર્મ મળશે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર ડોભાલ શ્રીલંકાના રક્ષા સચિવ મેજર જનરલ (નિવૃત) કમલ ગુનારત્નેની સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. આ વર્ષે ડોભાલનો બીજો પ્રવાસ હશે. આ પહેલા તેઓ જાન્યુઆરીમાં દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત માટે ગયા હતાં. જેમાં રક્ષા, ગુપ્ત માહિતી શેર કરવી અને સમુદ્રીય સુરક્ષા પર રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષેની સાથે ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.