ગુજરાત યુનિવર્સીટીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા નેશનલ સ્ટુડન્સ યુનિયન ઓફ ઈન્ડિયા દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે. ગુજરાતના તમામ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ કરવામાં આવી છે. કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે ગુજરાતની તમામ યુનિવર્સીટીઓએ તેમની વાર્ષિક પરિક્ષા મુલતવી રાખેલ છે ત્યારે ગુજરાત સરકારે લોકડાઉનની ઘોષણા કર્યા બાદ નવીનત્તમ અપડેટમાં સૂચન કરવામાં આવ્યું છે કે 14મી એપ્રિલ સુધી કર્ફયું રહેશે જેના પરિણામે તમામ અધ્યાપન અને શિક્ષક કર્મચારીઓ 21 દિવસ સુધી રજા પર છે. તો 21 દિવસના લોકડાઉનના કારણે દરેક વિદ્યાર્થીઓને અંતિમ સેમેસ્ટર માટે પરિક્ષાનું આયોજન અને પરિક્ષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે વિશ્વ વ્યાપી રોગચાળાએ ફેલાવેલા અવરોધોને ધ્યાનમાં રાખી એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના માસ પ્રમોશનની અપીલ કરી વિદ્યાર્થીઓ માટે લાભદાયક નિર્ણય લેવાની અપીલ કરવામાં આવી છે.
શું ખબર...?