//

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વાલીઓને ફી બાબતે ટોર્ચર કરવામાં આવ છે, NSUIએ સરકારને કરી રજૂઆત

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન પૈકી રાજ્યની તમામ શાળાઓ અને કોલેજો બંધ છે ત્યારે અમદાવાદ જિલ્લા અને શહેરની અમુક સંસ્થાઓ દ્વારા વાલીઓને ફી ભરવા વારંવાર ટેલીફોનથી કે મેસેજ કરીને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાના સંકટ સામે ઝઝમૂ રહ્યું છે ત્યારે આવી સંસ્થાઓ દ્વારા ફીની માંગણી કરવામાં આવતા એનએસયુઆઈ ગૌરાંગ મકવાણાએ સરકારને રજૂઆત કરી છે. લોકડાઉનના કારે તમામ લોકોના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક પરિપત્ર જાહેર કરવામાં આવે અને જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી તમામ સંસ્થાઓ વાલીને ફી બાબતે હેરાન પરેશન કરે તેવો આદેશ આપવા એનએસયુઆઈ ગૌરાંગ મકવાણાએ રજૂઆત કરી છે..

Leave a Reply

Your email address will not be published.