/

ABVP ના અહંકાર સામે NSUIની જીત

9 MARCH

આજે ગુજરાત સેનેટ & વેલ્ફેરની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે જેમાં કોંગ્રેસની વિધાર્થી પાંખ એન,એસ,યુ,આઈનો 6 સીટ પર ભવ્ય વિજય થયો છે ABVP અને NSUI દ્રારા પોતપોતાનાના ઉમેદવારો સેનેટ & વેલ્ફેર ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા જેમાં કુલ 8 બેઠકોની ચૂંટણી હતી અને 370 જેટલા મતદારો હતા જેમાંથી ગઈકાલે યોજાયેલ મતદાનમાં કુલ 75 % મતદાન થયું હતું જેમાં આજે ગાંધીનગર ખાતે મતગણતરી યોજાય હતી જેમાં કોંગ્રેસની યુવા પાંખ NSUIને 8 માંથી 6 બેઠકો મળી હતી ત્યારે ભાજપની વિધાર્થી પાંખ ABVPને માત્ર બે સીટ જ મળતા ABVPનો અહંકાર સ્પષ્ટ રીતે સામે આવી ગયો હતો.

અને ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ABVP અને NAUIના હોદેદારો વચ્ચે મારામારી થયેલી હતી જેનાથી મતદારો માં પણ ABVPની દાદાગીરીની ખબર પડી હતી જયારે NSUIએ કોઈ પણ જાતના મતદારો પર દબાણ વગર મુક્ત મને મતદાન કરવાની અપીલ ફળી હતી અને ABVPનો અહંકાર આજેના પરિણામથી સામે આવી ગયો હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ છે હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના જ ધારાસભ્યો ભાજપને કેવું અને કેટલું પરિણામ આપશે તે તરફ આજના પરિણામથી નક્કી થઇ ચૂક્યું છે

Leave a Reply

Your email address will not be published.