હાલમાં ચર્ચામાં રહેલા અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું કે, ભારત પ્રત્યે તેમના આકર્ષણનું મુખ્ય કારણ મહાત્મા ગાંધી છે. જેમણે બ્રિટિશ શાસન વિરુદ્ધ કરેલું સફળ અહિંસક આંદોલન અન્ય તિરસ્કૃત, હાશિયામાં પહોંચેલા સમૂહો માટે એક આશાનું કિરણ બન્યું. અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા પોતાની આત્મકથામાં લખે છે કે, તેમનું બાળપણ હિન્દુ ધાર્મિક ગ્રંથાલયો રામાયણ અને મહાભારત સાંભળીને વીત્યુ છે. તેમજ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના કારણે ભારત પ્રત્યે બહુ આકર્ષણ રહ્યું છે.
આજે અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામાની આત્મકથા અ પ્રોમિસ્ડ લેન્ડ પ્રકશિત થવાની છે. પરંતુ તે પહેલાં જ વિશ્વભરમાં ખાસ કરીને ભારતમાં તે ખુબજ ચર્ચાનો વિષય બની ગઇ છે. બરાક ઓબામાના આત્મકથામાં કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને અપરિપક્વ અને નર્વસ નેતા તરીકે કરી હોવાથી ભારતમાં ઓબામા અને તેમની આત્મકથા માટે લોકોમાં આકર્ષણ જગાવી રહ્યું છે.
ઓબામાએ પોતાની આત્મકથામાં ભારત પ્રત્યેના ખેંચાણનું વધુ એક કારણ મહાત્મા ગાંધીને જણાવ્યું છે. જેમણે બ્રિટિશ શાસન સામે સફળ અહિંસક આંદોલન ચલાવી આઝાદીની એક નવી રોશની પ્રગટાવી હતી. મહાત્મા ગાંધીના વિચારોએ ઘણી હદે મને પ્રભાવિત કર્યા છે.
નોંધનીય છે કે, ઓબામા ભારતની ત્રણવાર મુલાકાતે આવી ગયા છે. તેઓ પ્રથમવાર નવેમ્બર 2010માં મનમોહન સરકારના સમયમાં, બીજી વખત 2015માં વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસ પર ઓબામાને આમંત્રણ આપ્યું હતું. તેમજ ડિસેમ્બર 2017માં પૂર્વ પ્રમુખ તરીકે ત્રીજી વાર ભારતભ્રમણે આવ્યા હતા.
બરાક ઓબામાની આત્મકથામાં અનેક દેશોના નેતાઓનો ઉલ્લેખ છે. પરંતુ રાહુલ ગાંધીના ઉલ્લેખને કારણે વિવાદ સર્જાયો છે. ઓબામા લખે છે કે, રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી છે, જેણે કોર્સનો અભ્યાસ તો કર્યો છે અને શિક્ષકનું ધ્યાન દોરવા ઉત્સુક પણ રહે છે. પરંતુ આ વિષયમાં ટેલેન્ટ હાંસલ કરવા માટે કાં તો યોગ્યતા નથી અથવા ઝનૂનનો અભાવ છે. તેઓ નર્વસ નેતા છે.