/

ઓબામાનો પુસ્તકમાં ઉલ્લેખ, મનમોહન રાહુલ માટે ખતરો નહતા, સોનિયાએ તેમને વડાપ્રધાન બનાવ્યા હતાં

Indian Prime Minister Manmohan Singh (L) speaks as U.S. President Barack Obama looks on, during their meeting in the Oval Office of the White House in Washington September 27, 2013.REUTERS/Kevin Lamarque (UNITED STATES - Tags: POLITICS) - GM1E99S03JE01

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લૈંડ’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જ નહી, તેમની માતા સોનિયા ગાંધી માટે પણ અસ્વસ્થ પરિસ્થિતિ ઉભી કરી છે. પોતાના પુસ્તકમાં ઓબામાએ રાહુલ ગાંધીને એક નર્વસ લીડર ગણાવ્યા છે તો સોનિયા ગાંધી માટે કહ્યુ કે તેમણે મનમોહન સિંહને એટલા માટે વડાપ્રધાન બનાવ્યા કારણ કે તે મનમોહન સિંહથી કોઇ ખતરો નહતા અનુભવતા. ઓબામાએ કહ્યું કે સોનિયા ગાંધીએ મનમોહન સિંહની પસંદગી ઘણુ સમજી વિચારીને કરી હતી.

‘અ પ્રોમિસ્ડ લૈંડ’માં બરાક ઓબામાએ લખ્યુ છે કે, ‘કોઇ એક નહી, અનેક રાજકીય સુપરવાઇઝરનું માનવુ છે કે સોનિયા ગાંધીએ મુખ્ય રીતે મનમોહન સિંહની પસંદગી એટલા માટે કરી કારણ કે વગર કોઇ રાષ્ટ્રીય રાજકીય આધાર ધરાવતા વૃદ્ધ શિખ તેમના 48 વર્ષીય પુત્ર રાહુલ માટે કોઇ ખતરો નહતા બની શકતા, જે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનવાની તૈયારીમાં હતાં.’ ઓબામાએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ઘરે આયોજિત એક ડિનર પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ હતાં.

બરાક ઓબામાએ કહ્યું, ‘સોનિયા ગાંધી બોલવાથી વધુ સાંભળી રહ્યા હતાં, પોલિસી મેટર પર અલગ વિચાર થવાની સ્થિતિમાં સાવચેતીથી મનમોહન સિંહ સામે મતભેદ જાહેર કરતા હતા અને અવાર નવાર વાતચીતને પોતાના પુત્ર તરફ ફેરવી દેતા હતાં.’ ઓબામાએ આગળ લખ્યુ, ‘હું પુરી રીતે સમજી ગયો કે સોનિયા ગાંધી ચતુર અને કુશાગ્ર બુદ્ધિના છે, માટે તે તાકાતવર છે. જ્યાં સુધી રાહુલ ગાંધીની વાત છે તો તે સ્માર્ટ અને જોશીલા દેખાય અને પોતાની માતાની જેમ સુંદર પણ, તેમણે પ્રગતિશિલ રાજકારણના ભવિષ્ય પર પોતાના વિચાર રાખ્યા હતાં. તે દરમિયાન તે વચ્ચે વચ્ચે ઉભા રહેતા અને મારા 2008ના કેમ્પેઇનના અહેવાલની ચર્ચા કરતા. જેમાં તેમનો ગભરાટ અને વિકૃત ગુણ જ વ્યક્ત થઇ રહ્યા હતાં. તે એક એવા વિદ્યાર્થી જેવા લાગ્યા જે કોર્સ પુરો કરીને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ખુશામતખોરી કરતા હોય પરંતુ અંદરથી તેમાં અથવા યોગ્યતાની કમી છે અથવા વિષયનો માહેર હોવા પ્રત્યે જુસ્સાનો અભાવ.

Leave a Reply

Your email address will not be published.