/

બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધી વિશે લખ્યું…

President Barack Obama is photographed during a presidential portrait sitting for an official photo in the Oval Office, Dec. 6, 2012. (Official White House Photo by Pete Souza)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નવું પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં ઓબામાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી કરી છે. આ સિવાય પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઓબામાએ પોતાની આત્મકથા “એ પ્રોમિસ્ડ લેન્ડ”માં રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતા તેમને યોગ્યતા અને ઉત્સાહની કમી ધરાવતા નેતા ગણાવ્યા છે. બરાક ઓબામાએ પુસ્તકમાં રાહુલ ગાંધીની સરખામણી વિદ્યાર્થી સાથે કરી છે.

ઓબામાએ લખ્યું છે કે, રાહુલ ગાંધી એક એવા વિદ્યાર્થી જેવા છે, જેણે કોર્સ વર્ક તો કર્યો છે અને શિક્ષકને પ્રભાવિત કરવા માટે ઉત્સુક પણ રહે છે, પરંતુ આ વિષયમાં મહારત હાંસિલ કરવા માટે કાં તો તેમની યોગ્યતા નથી કે પછી તેમનામાં ઉત્સાહની ઉણપ છે. આ સાથે જ ઓબામાએ રાહુલ ગાંધીને નર્વસ નેતા પણ ગણાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બરાક ઓબામા 2017માં ભારત પ્રવાસ પર આવ્યા હતાં. તે સમયે રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હતી.

બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં રાહુલ ગાંધી ઉપરાંત ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પણ ઉલ્લેખ કરતા તેમની પ્રસંશા કરી છે. મનમોહન સિંહ વિશે ઓબામાં એ લખ્યું છે કે, તેમનામાં એક પ્રકારની અગાધ નિષ્ઠા છે.

ઓબામાએ પોતાના પુસ્તકમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતનારા જો બાઈડેનનો પણ ઉલ્લેખ કરતા તેમને સભ્ય વ્યક્તિ ગણાવ્યા છે. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરખામણી સ્માર્ટ બોસ સાથે કરી છે. તેઓએ લખ્યું છે કે, પુતિન એક સમયમાં શિકાગોને ચલાવનારા સ્ટ્રીટ સ્માર્ટ બૉસીઝની યાદ અપાવે છે.

Leave a Reply

Your email address will not be published.