સંઘપ્રદેશ દીવની કલેક્ટર કચેરી ખાતે મહારાષ્ટ્રના નાસિક શહેરના અને શાબાશ ઈન્ડિયામાં આવી ચુકેલા ૮ કલાકારો એ તેમની કલાબાજીથી અનેક કરતબો રજૂ કર્યા. જેનાથી દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, ડેપ્યુટી કલેક્ટર હરમીન્દર સિંહ, મામલતદાર ચંદ્રહાસ વાજા, દીવ જિલ્લા પંચાયતના ચીફ ઓફિસર વૈભવ રીખારી તેમજ અધિકારીગણ અને કર્મચારીઓને ખૂબ પ્રભાવિત થયા હતા. આ કલાકારો છેલ્લા ૫૦ થી ૬૦ વર્ષથી તેમની પુસ્તેની કલાબાજીથી આ કલાબાજીના વ્યવસાયથી જોડાયેલા છે. આ નાના મોટા કલાકારોનુ એક મોટું પરિવાર છે જેમાં નાના મોટા બધા જ કલાકારો દિલધડક કલાબાજીઓ દેખાડી રહ્યા છે
અને દર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે. આ પ્રસંગે આજે દીવ કલેક્ટર કચેરી ખાતે ૨૫ ફૂટ ઉંચું હવામાં નારિયેળ ઉછાળીને માથા પર ફોડ્યું હતુ, કલાકારે તેમના વાળથી બંને સાયકલને બાંધી પંખાની જેમ ફેરવી હતી અને વાળ માં બાંધીને ફોર વ્હીલરને પણ ખેંચી હતી, પથ્થરને પોતાના હાથથી તોડ્યો હતો, મજબૂત પથ્થરને દાંત સાથે બાંધીને ઉપરથી પાછળની સાઈડમાં ફેંક્યો હતો, કરતબ દરમિયાન આંખમાં એક સિક્કો નાખી અને બે ખૂરશીઓને આંખના સહારે ઉપાડી હતી. અત્યાર સુધી શાબાશ ઈન્ડિયાના કલાકારો દીલ ધડક કલાબાજી ભારતભરમાં દેખાડી ચુક્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત દરેક અધિકારી કર્મચારીઓએ આ હેરાન કરી મૂકનાર કરતબોની પ્રસંશા કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.