//

વૃધ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોને કોણ લઇ જશે સિંગાપુરની ટુરમાં :કોણ બાંધી રહ્યુંછે પુણ્ય નું ભાથું :

શ્રવણે પોતાના માતાપિતાને કાવળમાં બેસાડી પોતાના ખભે કાવળ લઈ યાત્રા કરાવી હતી પરંતુ આજ ના યુગમાં દીકરાઓ પોતાનામાં બાપ ને વૃધ્ધાશ્રમ મૂકી આવે છે અને પછી ભાવ પણ પૂછતા નથી,દીકરા હોવા છતાં માતા પિતા ની કોઈ સંભાળ લે તો એ છે રિઝવાન આડતીયા ફાઉન્ડેશન કે જે વૃઘ્ધાશ્રમ માં રહેતા માતા પિતાને વિદેશ યાત્રા કરાવી પુણ્ય નું ભાથું બાંધે છે  

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા દર વર્ષે વૃદ્ધ લોકોને ક્રુઝ મારફત વિદેશ પ્રવાસે લઇ જવામાં આવે છે  ગત વર્ષે પણ વૃદ્ધ લોકોને પોત્તાના ખર્ચે રિઝવાન આડતીયા  55 વિદેશ પ્રવાસે લઇ જવા માં આવ્યા હતાઆ વર્ષે  પણ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્રારા પરિવાર થી દૂર રહેતા અને વૃઘ્ધાશ્રમ માં રહી જીવન ગુજારતા વૃદ્ધ નો દીકરો બની ને રિઝવાન આડતીયા લઇ જાય છે ઘણા લોકો પોતાના માતાપિતાને વૃધ્ધાશ્રમ માં છોડી આવે છે એ વૃદ્ધ લોકોને પોતાના દીકરા નશીબ પણ નથી હોતા ત્યારે રિઝવાન આડતીયા દીકરો બની વૃદ્ધ લોકોની વહારે આવીને પોતાના ફાઉન્ડેશનના ખર્ચે લઇ જાયછે  

આગામી તારીખ 23 ફેબ્રુઆરી થી 1 માર્ચ 2020 સુધી 8 દિવસ ના વિદેશ પ્રવાસ કરવા લઇ જશે જેનો સંપૂર્ણ ખર્ચ રિઝવાન આડતીયા ભોગવશે રાજ્ય ના  અલગ અલગ જિલ્લા ના  વૃદ્ધાશ્રમમાં રહેતા 30 જેટલા વૃદ્ધ લોકો ને પાસપોર્ટ બનાવવા થી લઇ દવા કપડાં વાપરવા ના પૈસા સહીત ની સુવિધા ફાઉન્ડેશન ભોગવે છે આ વર્ષે રિઝવાન આડતીયા 30 વૃદ્ધ લોકો ને સિંગાપુર ની ટુર કરાવી રહ્યા છે જે લોકો એ ક્યારેય ક્રુઝ ની મુસાફરીના કરી હોઈ તેવા તમામ 30 વૃદ્ધ ને 8 દિવસ ના સિંગાપુર ટુર કરાવી કળયુગ નો શ્રવણ બનવા નો પ્રયાસ કરી રહ્યો છે  

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્રારા છેલ્લા ચાર વર્ષ થી વૃદ્ધ લોકો ને વિદેશ પ્રવાસે લઇ જવા માં આવે છે  આ વર્ષે વૃધાશ્રમ માં રહેતા 30 સ્ત્રી પુરુષ અને માતાપિતા વગર ની દીકરીઓ ના લગ્ન થયા હોઈ તેવા 22 લોકો મળી આ વર્ષે કુલ 52 લોકો વિદેશ પ્રવાશે જશે રિઝવાન આડતીયા ફાઉન્ડેશન જે વૃદ્ધ લોકો ને વિદેશ કરાવે છે તેમને કોઈ પણ જાત ની તકલીફ ના પડે તેના માટે પ્રવાસ માં સંસ્થા ના કાર્યકરો ને સાથે લઇ જવા માં આવે છે જેથી વૃદ્ધ ને લોકો ને કોઈપણ જાતની તકલીફ હોઈ તો સ્વયં સેવકો તેમની સારસંભાળ લઇ શકે

ફાઉન્ડેશન દ્રારા દર વર્ષે જે કોઈ ખર્ચ કરે છે  તેના માટે રિઝવાન આડતીયા ફાઉન્ડેશન કોઈ પણ વ્યક્તિ પાસે ખર્ચ ની રકમ કે ફંડ ફાળો લેતા નથી અને રિઝવાન આડતીયા પોતે આ વૃદ્ધ લોકો સાથે દીકરો બની ને પ્રવાસ માં સાથે રહી ને વૃદ્ધ લોકો નો ઉત્સાહ વધારે છે .આજ ના યુગ માં પોતાના માતાપિતા ને સાથે નથી રાખતા અને વૃધાશ્રમ માં મોકલી આપે છે ત્યારે રિઝવાન આડતીયા વૃદ્ધ માતા પિતા નો દીકરો બની ને શ્રવણ બન્ની રહ્યો છે 

5 Comments

Leave a Reply

Your email address will not be published.