///

Constitution Day : અમિત શાહે કહ્યું, દરેક વર્ગને સામાજિક, આર્થિક ન્યાય અપાવવા સરકાર કટિબદ્ધ

આજે બંધારણના દિવસ પર કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે દેશના પહેલા કાયદાપ્રધાન બાબાસાહેબ ડૉકટર ભીમરાવ આંબેડકરને નમન કર્યા અને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બંધારણને અનુરુપ સમાજના દરેક વર્ગને સામાજિક તેમજ આર્થિક ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે.

આ પ્રસંગે અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, ભારતની એકતા અને વિકાસશીલતાની સૌથી મોટી શક્તિ આપણું પ્રગતિશિલ બંધારણ છે. આજે બંધારણ દિવસ પર ભારતીય બંધારણના શિલ્પી બાબાસાહેબને નમન કરુ છું. મોદી સરકાર દેશના મહાપુરુષોના સ્વપ્ન અને બંધારણના અનુરુપ દેશના દરેક વર્ગને સામાજિક અને આર્થિક ન્યાય અપાવવા માટે પ્રતિ સંકલ્પિત છે.

આજે દેશમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ દિવસને દેશમાં રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

દેશની બંધારણ સભાને 26 નવેમ્બર 1949ના વર્તમાન બંધારણને વિધિવત રીતે સ્વીકાર કરવામાં આવ્યો હતો, જેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રાલયે વર્ષ 2015માં 26 નવેમ્બરના રોજ ‘બંધારણ દિવસ’ તરીક મનાવવા સરકારના નિર્ણયને મંજૂરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.