////

કારગિલ યુદ્ધ પર નવાઝ શરીફે કહ્યું, અમારા હજારો સૈનિકોના મોત માટે ખાસ જનરલો છે જવાબદાર

ભારતની સાથે થયેલા કારગિલ યુદ્ધને લઇને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે દેશને કારગીલ યુદ્ધમાં ઘસેડવા માટે પાકિસ્તાની સેનાના ‘કેટલાક ખાસ જનરલો’ને જવાબદાર ગણાવ્યા છે અને કેવી રીતે પાકિસ્તાની સૈનિકો ભોજન અને હથિયાર વિના લડી રહ્યા હતા.

વર્ષ 1999ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે કહ્યું કે ‘કારગિલમાં અમારા હજારો સૈનિકોના મોત માટે કેટલાક જનરલ જવાબદાર હતા. તેમણે જ અમને યુદ્ધમાં ધકેલ્યા હતા. મારા માટે આ જણાવવું દુખદ છે કે જ્યારે અમારા સૈનિકો ટોચ પર હતા તેમની પાસે ભોજન અને હથિયાર પણ ન હતા. ત્યારબાદ તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું પરંતુ તેનાથી દેશ અથવા સમાજને શું પ્રાપ્ત થયું. આ યુદ્ધ લગભગ 3 મહિના વિતી ગયા બાદ ભારતની જીત સાથે પુરુ થયું હતું. ભારતીય સેનાના તત્કાલિન રાજ્ય જમ્મૂ અને કાશ્મીરથી તેને કારગિલ ક્ષેત્રને સફળતાપૂર્વક ખાલી કરાવ્યું હતું, જેના પર પાકિસ્તાની સેનાએ કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આ નિવેદન બલૂચિસ્તાનના ક્વેટામાં 11 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટની રેલીમાં જણીવી. આ PDMની ત્રીજી રેલી છે, આ પહેલાં ગુજરાવાલા અને કરાંચીમાં રેલીઓ થઇ હતી. ઉપરાંત આ બીજીવાર છે, જ્યારે ત્રણ વાર પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફે સાર્વજનિક રૂપથી દેશના શક્તિશાળી સેના પ્રમુખનું નામ આ પ્રકારે લીધું છે, જે ગત 70 વર્ષોમાં કોઇપણ નેતાએ કર્યું નથી.

Leave a Reply

Your email address will not be published.