દીવના બાળકોએ કલરથી નહિ પણ આવી રીતે કરી ધુળેટીની ઉજવણી…

સંઘ પ્રદેશ દીવમાં આજે ધુળેટી પર્વ ના દિવસે બકાવોર પીઝા એમ્પલોઈઝ હેરો યુ.કે.કંપની દ્વારા વાત્સલ્ય સંસ્થાના મનોવિશિષ્ત બાળકો માટે અનોખી રીતે હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને કેમિકલ્સ યુક્ત રંગોથી નહિ પરંતુ સુવાળા પુષ્પોથી હોળી રમાડવા મા આવી હતી બાળકો પણ આજના દિવસની અનોખી મજા માણી આનંદમાં આવી ગયા હતા.

દીવ ના દગાચી ખાતે નક્ષત્ર વન માં મનોવિશિષ્ત બાળકો માટે હોળી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કંપનીના કર્મચારી શ્રી શરદભાઈ ચૌહાણ એ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આ હોળી મહોત્સવને ખાસ બનાવવા માટે કેમિકલયુક્ત રંગોની જગ્યાએ સુવાળા પુષ્પોનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. તે માટે કંપની દ્વારા ખાસ પુષ્પોનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બાળકોએ ખુબજ ઉમંગ ઉત્સાહ સાથે ફૂલની પાંખડીઓ પરસ્પર ઉડાડી હોળી મહોત્સવની ઉજવણી કરી હતી. આ શુભ પ્રસંગે બાળકોને દાળિયા, ખજૂર, ખારેક, ધાણી અને ટોપરાની પ્રસાદી પણ વહેચવામાં આવી હતી સાથે કંપની દ્વારા બાળકોને બપોરે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગ અંતર્ગત કાર્યક્રમ ને સફળ બનાવવા દીવ વાત્સલ્ય સંસ્થા ના સેક્રેટરી ઉસ્માન ભાઈ વોરા, પ્રિન્સીપાલ અમૃતલાલ પાંચા સોલંકી, બકાવોર એમ્પલોઈઝ હેરો યુ.કે. ના કર્મચારી શ્રી શરદભાઈ ચૌહાણ, સંસ્થાના કર્મચારીગણ તેમજ કંપનીના સ્વયં સેવકો એ જહેમત ઉઠાવી હતી. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પુષ્પો વર્ષા થી બાળકો ના ચહેરા પર અનેરો હર્ષ નો ઉત્સાહ અને ઉમંગ લાવવા બદલ સંસ્થાના સેક્રેટરી અને પ્રિન્સીપાલ એ બકાવોર પીઝા હેરો યુ.કે. કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ કેમિકલ વાળા રંગો થી દૂર રહી અનોખીરીતે ધુળેટી પર્વની ઉજવણી કરી રહ્યો  છે ત્યારે દીવની પુષ્પો થી રમાયેલી ધુળેટી અનોખું આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published.