/

દ્વારકામાં કાળીયા ઠાકરે કેવી રીતે ઉજવી ધુળેટી ?

હોળી અને ધુળેટી ના પર્વે આજે દ્વારકા ના જગત મંદિરે દેશ અને દુનિયાના ભક્તો ભગવાન કાળિયા ઠાકોર સાથે ફુલડોળ ઉતસ્વ મનાવવા ઉમટી પડ્યા હતા સૌરાષ્ટ્ર ના સુપ્રસિદ્ધ જગત મંદિર માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ધુળેટી પર્વ ની ઉજવણી થઇ છે જેમાં આજે જગત મંદિરે દેશ અને દુનિયાભર માંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર દ્વારકાના જગતમંદિરે પહોંચ્યા હતા અને બપોરે મંદિર પરિષરમાં ધામધૂમ પૂર્વક ફુલડોળ ઉત્સવ ની ઉજવણી કરવા અને ભાગં સાથે ભક્તિ ના રંગે રંગાવા પહોંચ્યા હતા.

આજે બપોરે જગત મંદિર ના દ્રાર ખુલ્યા ત્યારે જગત મંદિર ના પૂજારી અને ભક્તો રંગો અને ફૂલોની ધુળેટી થી ભક્તો ભક્તિ ના રંગ માં રંગાઈ ગયા ભગવાન કાળિયા ઠાકોર સાથે આજે ના પાવન પર્વે રંગો ની હોળી રમવા ભગવાન ના ભક્તો દૂર દૂર થી જગત મંદિરે પહોંચ્યા હતા આજે દ્વારકા ના જગતના જગત મંદિર માં લાખો ભક્તો ની ભીડ જામી હતી.

Leave a Reply

Your email address will not be published.