///

પ્રથમ દિવસે સી-પ્લેને માત્ર એક જ ઉડાન ભરી

સી-પ્લેને આજે એટલે કે રવિવારે પ્રથમ દિવસે એક જ ઉડાન ભરી હતી. ગઈકાલે એટલે કે શનિવારે સર્વર ડાઉન હતું અને આજે સર્વર શરૂ થયું છે. જેથી રવિવારે બુકિંગ પૂરું નહીં મળતા પ્રથમ ઉડાન સી-પ્લેને સાબરમતીથી કેવડિયા સુધીની ભરી હતી. ત્યારબાદ કોઇ સી-પ્લેન આવ્યુ નહતું.

ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન મોદીએ ગઇકાલે શનિવારે કેવડીયાથી અમદાવાદ સાબરમતી વચ્ચે સી-પ્લેનનું કેવડીયાથી ઉદ્ધા્ટન કર્યુ હતું. વડાપ્રધાન મોદી સી-પ્લેન મારફત અમદાવાદ ખાતે આવી પહોંચ્યાં હતાં. ત્યારબાદથી સી-પ્લેને આજે તેની પ્રથમ ઉડાન ભરી હતી.

સી-પ્લેન માટે અગાઉ એપ્રિલ માસમાં પર્યાવરણ વિભાગ પાસેથી પરવાનગી મંગાવવામાં આવી હતી, પરંતુ હજૂ સુધી એનવાયરમેન્ટલ ક્લિયરન્સ મળ્યું નથી. જેથી આ મામલે ભવિષ્યમાં વિવાદ સર્જાઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણની પરવાનગી વિના જ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.