//

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની આ રીતે થાય છે ઉજવણી

ધૂળેટી ના પાવન દિવસે દ્વારકાવાસીઓ તેમજ યાત્રિકો એ કાળિયા ઠાકોર સાથે રંગે ચંગે ધૂળેટી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાઈ.

દ્વારકા માં દરેક ઉત્સવ એક અલગ જ ધાર્મિક ભાવના સાથે ઉજવાતો હોય છે આજ રોજ હોળી – ધૂળેટી ના પાવન દિને ફૂલડોલ ઉત્સવ ની ઉજવણી હજારો ભાવિકો એ રંગે ચંગે અબીલ ગુલાલ ની છોળો સાથે તેમજ “જય રણછોડ ” ના નાદ સાથે કરી હતી.

દિન પ્રતિદિન દ્વારકા નું મહત્વ વધતું જતું હોય અને લાખો ભાવિકો પગપાળા યાત્રા કરી દ્વારકા આવેલ હોય તેમને ભગવાન ની સાથે ફૂલડોલ ઉત્સવ મનાવી જાણે કે કાન્હા સાથે રંગે રમ્યાનો અનેરો આનંદ ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો.

આજ રોજ ધુળેટીના પવન દિને ભગવાન શ્રી દ્વારકાધીશ ના જગત મંદિર માં બપોરે 2:00 થી 3:30 દરમિયાન ફૂલડોલ ઉત્સવ ની ઉજવણી કરાય હતી અને ભક્તો એ ભગવાન સાથે ફૂલડોલ ઉત્સવ ની ઉજવણી કરી અનેરો લ્હાવો લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.