//

રામનવમીની શુભકામનાઓ પાઠવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ, પ્રજાજનોને પ્રાર્થના કરવાની કરી અપીલ

મર્યાદાપુરુષોત્તમ ભગવાન ‘શ્રી રામ’ના જન્મદિન ‘રામનવમી’ના પાવન તહેવાર નિમિત્તે ગુજરાતની જનતાને અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ મહામારીની આફતથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા ૨૧ દિવસના લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરવાની સાથે ‘Social Distancing'(સોશિયલ ડિસ્ટન્સિંગ)નું પાલન કરવાની અને સંકટના સમયમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પૂર્ણ સહકાર આપવાની રાજ્યની જનતાને અપીલ કરી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ ભગવાન ‘શ્રી રામ’ના જન્મદિન ‘રામનવમી’ના પાવન તહેવારની ગુજરાતની જનતાને અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું.

આજે મર્યાદાપુરુષોત્તમ ભગવાન ‘શ્રી રામ’ ની જન્મ તિથિ છે અને સાથે સાથે ‘માં ભગવતી’ની ઉપાસનાના પર્વ એવી ચૈત્રી નવરાત્રીનું નવમું નોરતું પણ છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પવિત્ર દિને ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓ તથા સૌ પ્રજાજનો સાંજે ૭ થી ૮ વાગ્યા દરમિયાન પોતાના નિવાસે મંગલ દીપ પ્રગટાવી ઉજવણી કરે અને ભગવાન શ્રી રામ તથા મા જગદંબાની આરાધના કરીને ભારત તથા સમગ્ર વિશ્વ કોરોના મહામારીની આફતથી મુક્ત થાય , સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.