///

રાજકોટ અગ્નિકાંડ: રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, સરકારે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ

રાજકોટમાં આનંગબંગલા નજીક આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 5 લોકોના મૃત્યું નિપજ્યા છે. ત્યારે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની જાણકારી સામે આવી છે. ત્યારે આ દૂર્ઘટના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરી જણાવ્યું કે, રાજકોટના એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ખબર દુઃખદ છે. અમદાવાદમાં ઓગસ્ટમાં આ પ્રકારની આગ લાગી હતી. રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. આ દર્દીઓના પરિવાર પ્રતિ મારી સંવેદના, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજકોટની ઉદય શિવાનંદ મલ્ટી સ્પેશાયિલીટી હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી. જેના પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ આગની ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે. જેની જવાબદારી ACS એ. કે. રાકેશને સોંપવામાં આવી છે.

આ દૂર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેમણે કહ્યું, રાજકોટમાં એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે દર્દીઓના મૃત્યુથી ઘણો દુઃખી છું. મારી સંવેદના તે લોકો સાથે છે જેમણે આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યાં છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. તંત્ર પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સહાયતા ઝડપથી કરે.

Leave a Reply

Your email address will not be published.