/

ફરી એકવાર સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદીની ચમક વધી

દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી છે, પરંતુ ચાંદીની ચમકમાં વધારો નોંધાયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.04 ટકાના સામાન્ય ઘટાડાની સાથે 50,667 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક કારોબાર કરી રહ્યો છે. ગત ચાર દિવસના કારોબારમાં ત્રીજી વાર તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચાંદીના ભાવ માં એક ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ તે 61,510 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર કારોબાર કરી રહી છે.

સોનાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાંય અનેક જાણકારો લાંબી અવધિમાં ભાવને લઈ સકારાત્મક છે. તેમનો તર્ક એવો છે કે, અમેરિકામાં ટૂંક સમયમાં નવા પ્રોત્સાહન પેકેજની જાહેરાત થઇ શકે છે. સાથોસાથ ડૉલરમાં નબળાઈ આવવાની આશા છે. કરન્સીમાં નબળાઈની સાથોસાથ સોનાનો ભાવ વધી શકે છે. જો વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં ઉતાર-ચઢાવની વચ્ચે સોનામાં તેજી જોવા મળી રહી છે.

અમેરિકાની રાષ્ટ્રપ્રમુમની ચૂંટણી બાદ ફેડની બેઠક – ગોલ્ડ ટ્રેડર્સની નજર ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસીના દૃષ્ટિકોણ ઉપર હશે. મોનેટરી પોલિસીના મોરચાની વાત કરીએ તો અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બાદ તરત જ 4થી 5 નવેમ્બરે ફેડરલ રિઝર્વની બેઠક મળવાની છે.

Leave a Reply

Your email address will not be published.