
રાજ્યના હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આગામી 5 માર્ચના ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 5 માર્ચના રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહશે. બનાસકાંઠા અને વલસાડના કમોસમી વરસાદ છાંટા પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વની વાત છે કે રાજ્યમાં કમોસમી વરસાદે આ વર્ષે માજા મૂકી છે અને વધુ એક વખત ક મોસમી વરસાદની આગાહી થી જગતનો તાત ચિંતામાં મુકાયો છે.