//

સોલા સિવિલમાં એકનું મોત, કોરોનાના કુલ દર્દીની સંખ્યા 95 થઈ

ગુજરાતમાં કોરોના વાયરસ મુદ્દે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિની પત્રકાર પરિષદ યોજાઈ હતી..જેમાં જ્યંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના સાત કેસ વધુ નોંધાયા છે જે પૈકી શૂક્રવારે પોઝિટિવ આવેલા તમામ કેસ કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદના છે. અમદાવાદના સોલા સિવિલમાં કોરોનાથી વધુ એક મોત થયું છે જેથી મૃત્યુઆંક વધીને 8 પર પહોંચ્યો છે. તો શૂક્રવાર સાંજ સુધીમાં કોરોનાથી પોઝિટિવ હોય તેવા કોઈ નવા કેસ નોંધાયા નથી. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 8લોકોના મોત થયા છે.. ઈન્ડિયન મેડિકલ એસોસિયશને નાગરિકોની આરોગ્ય રક્ષા માટે કાર્યરત ખાનગી તબીબોની હેલ્થ સેફ્ટી માટે 25 હજાર N-95 માસ્ક વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.. તો પંચમહાલ જિલ્લાના ગોધરામાં કેસ કેસ નોંધાયો હતો જે દર્દીનું મોત થયું છે. ત્યારે 1944 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 16015 લોકો કોરોન્ટાઈન હેઠળ છે. સાથેજ તેઓએ જણાવ્યું કે- વિદેશથી આવેલા લોકોનું ઈન્ક્યુબેશન પીરિયડ બે દિવસમાં પૂરો થશે. તો વિદેશથી આવેલા 5219 લોકોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યંતિ રવિએ જણાવ્યું કે હજુ 20 દિવસ ચેતવાની જરૂર છે કોરોના હવે લોકલ સ્તરે ફેલાઈ રહ્યો છે 31 પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી 686 લોકો કોરન્ટાઈન હેઠળ છે. તો વિદેશથી આવેલા 5219 લોકો પૈકી 4084ને કોરન્ટાઈ હેઠળ 14 દિવસ પૂર્ણ થયા છે.

Leave a Reply

Your email address will not be published.