///

રાજસ્થાનમાં કન્સ્ટ્રક્શન સાઈટ્સ પરથી ધડાકારભેર પીલર પડ્યો, એક યુવક ઈજાગ્રસ્ત

કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર અવાર-નવાર મોટી દુર્ઘટનાઓના સમાચારો સામે આવતા હોય છે. જેમાં ક્યારેક મજૂર તો કોઈ વખત રસ્તે પસાર થઈ રહેલા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. આવો જ કંઈક બનાવ રાજસ્થાનના ભરતપુરમાં સામે આવ્યો છે. જેમાં એક બજારમાં ઈંટોનો મોટો પિલર અચાનક નીચેથી પગપાળા પસાર થઈ રહેલા યુવક પર પડે છે.

આ અંગે મળતી માહિતી મુજબ બજારમાં એક દુકાનમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું. જ્યાંથી ઈંટોનો એક થાંભલો ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. જે નીચે પસાર થઈ રહેલા યુવક પર પડ્યો હતો. આ ઘટનામાં વ્યક્તિને ગંભીર રીતે ઈજા થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે.

આ ઘટનાનો એક વીડિયો CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે યુવક રસ્તેથી પસાર થઈ રહ્યાં છે. અચાનક બન્ને વચ્ચે ઈંટોનો એક પિલર પડે છે. એક યુવક ઉતાવળમાં આગળ વધી જાય છે, જ્યારે બીજો યુવક ત્યાં જ ફસડાઈને પડે છે. આ અકસ્માતને પગલે આસપાસના લોકો આ યુવકની વ્હારે આવ્યાં હતા અને તેને હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.