
54 વર્ષીય વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા વધીને 560 થઈકોરોના વાયરસને પહોંચી વળવા માટે સરકારે 21 દિવસનું લોકડાઉન કર્યુ છે. ત્યારે તમિલનાડુમાં કોરોના વાયરસને લીધે પહેલું મોત નિપજ્યું છે. તો આ મોત સાથે દેશમાં કોરોના વાયરસને લીધે મરનારાની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. કોરોના વાયરસની ઝપેટમાં આવીને વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. તમિલનાડુમાં કોરોના વાયરસથી પીડાતા 54 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે.. તમિલનાડુમાં કોરોનીથી થયેલ મોતનો આ પહેલો કિસ્સો છે. મહત્વનું એ છે કે આ વ્યક્તિ વિદેશ ગયો નહોતો. 23 માર્ચના રોજ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ બાદ તેની સારવાર રાજાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી અને વહેલી સવારે તેને શ્વાસ છોડી દીધો હતો.. આ મોતની સાથે જ દેશમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 11 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યા અનુસાર મદુરાઈમાં રહેનારા 54 વર્ષીય વ્યક્તિનું બુધવારે મોત નિપજ્યું છે. ગત બે દિવસોમાં તેની રાજાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તે સાજો થઈ રહ્યો નહોતો. તેને ડાયબિટિસની સાથે હાઈપર ટેન્શન પણ હતું. તેની તબિયત સતત બગડી રહી હતી અને આજે સવારે તેને શ્વાસ છોડી દીધો હતો.તમિલનાડુમાં અત્યાર સુધીમાં 18 કેસ સામે આવ્યા છે. જેમાંથી એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ સાજો થઈ ગયો હતો. દેશભરમાં કોરોના વાયરસના 560 કેસ સામે આવ્યા છે. જેમાં 11ના મોત નિપજ્યા છે. જ્યારે 46 લોકો સાજા થઈ ગયા છે. દિવસેને દિવસે આ આંકડો વધી રહ્યો છે. કોરોનાને રોકવા માટે પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે