///

ખેડૂત આંદોલનમાં વધુ એક ખેડૂતની આત્મહત્યા

ખેડૂત આંદોલનમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી છે. બઠિંડામાં 22 વર્ષના ખેડૂત ગુરલાભ સિંહે આત્મહત્યા કરી છે. તેઓ બે દિવસ પહેલા જ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનથી પરત ફર્યો હતો. તે પહેલા, 16 નવેમ્બરને 65 વર્ષના સંત બાબા રામ સિંહે આત્મહત્યા કરી હતી. તેમને ગુરૂમુખીમાં લખેલી સુસાઈડનોટમાં કહ્યું હતુ કે, જૂલ્મ વિરૂદ્ધ એક અવાજ છે.

બઠિંડાના કસ્બા રામપુર ફૂલના દયાલપુરમાં રહેનાર ગુરલાભ 18 ડિસેમ્બરે જ પોતાના ઘરે પરત ફર્યો હતો. તે હરિયાણાના બહાદુરગઢ નજીક આવેલા દિલ્હીની ટીકરી બોર્ડર પર ધરણા આપી રહ્યો હતો. તેને રવિવારે આત્મહત્યા કરી હતી. શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, ગુરૂલાભ સિંહ નાનો ખેડૂત હતો અને તેના પર લગભગ 6 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું.

સંત રામ સિંહે કોંડલી બોર્ડર પર આત્મહત્યા કરી લીધી હતી. લોકો તેમને પાનીપતની પોર્ક હોસ્પિટલ લઈ ગયા હતાં. અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. બાબા રામ સિંહ કરનાલના સિંઘરા ગામના રહેવાસી હતી. તેઓ સસિંઘરાના જ ગુરૂદ્વારા સાબિત નાનકસરના ગ્રંથી હતી. તેમના અનુયાઈયોની સંખ્યા લાખોમાં બતાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.