જૂનાગઢ જિલ્લાના તુલશીશ્યામ ખાંભા રેન્જમાં અનીડા ગામે ગત મોડી રાત્રે ખુલ્લા કુવામાં સિંહણનું મોત થતા વનવિભાગ ની ટિમ દ્રારા કુવામાંથી સિંહણના મૃતદેહને બહારકાઢી પોસ્ટ મોર્ટમમાં મોકલી આપ્યો છે ખુલ્લા કુવામાં પડી ગયેલી સિંહણ અંદાજે ૫ થી ૯ વર્ષની સિંહણનું ખુલ્લા કુવામાં પડી જતા થયું મોત થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

કનુભાઈ ફીંદાળીયાના ખેતરના ખુલ્લા કુવામાં પડી જવાથી સિંહણનું થયું મોત થતા ખેતર માલિકે વન વિભાગને જાણકરી હતી વનવિભાગે સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોત નું કારણ જાણી શકાશે