///

ગાંધીનગરમાં વધુ એક આંદોલનના ભણકારા!!

૩ માર્ચના રોજ ગુજરાત મજદૂર સંધના નેજા હેઠળ વિવિધ વર્ગના કર્મચારીઓ કરશે આંદોલન સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરશે ગુજરાત મજદૂર સંઘ સાથે જોડાયેલા સંગઠનો કરશે ધરણા કરવાના છે તેની સાથે ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ અખિલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી સંઘ ઇએમઆરઆઇ ૧૦૮ કર્મચારી મંડળ કરશે તમામ મંડળો પોતાની જુદીજુદી માંગ સાથે આંદોલન કરવાના છે  હજુ માલધારીઓ અને એલ.આર.ડી વિવાદિત પત્રના આંદોલનો સમેટાયા નથી ત્યાંજ બીજા એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જાણે આંદોલન કરવા માટે હોડ લાગી હોઈ તેમ અલગ અલગ સંસ્થા અને સમજો દ્રારા આંદોલનો કરી રહ્યા છે તેમાં હવે મજદૂર સંઘે પણ આંદોલનનું બ્યુગલ ફૂંકતા સરકાર હવે રાજ્સભાની ચૂંટણી પહેલા આંદોલનો માટે કેવા નિર્ણય લે તે તરફ લોકોની મીટ મંડાણી છે.

Leave a Reply

Your email address will not be published.