////

રાજકોટની એક એવી જગ્યા જ્યાં આજેપણ સર્જાય છે ટ્રાફિકની સમસ્યા

રાજકોટને સૌ કોઈ રંગીલા રાજકોટના નામે જ ઓળખે છે. ત્યારે આ રાજકોટના લોકો પણ હંમેશા રંગીન મિજાજમાં જોવા મળે છે. આ શહેરમાં લોકો દિવસ કરતાં રાત્રિના સમયમાં વધુ પડતા બહાર જોવા મળે છે. ત્યારે રાજકોટ શહેરમાં સૌથી વધારે જાણીતું અને હંમેશા કિલ્લોલ કરતું એવું ગુંદાવાડી બજારનું મહત્ત્વ રાજકોટવાસીઓના દિલમાં અલગ રીતે ધબકે છે.

રાજકોટમાં હંમેશા ગુંજતું એવું ગુંદાવાડીએ શહેરનું પ્રખ્યાત બજાર સ્થળ છે. આ એક એવી જગ્યા છે, જ્યાં હંમેશા ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન ઉદ્દભવે છે. એવું નથી કે, કોઈ તહેવાર આવી રહ્યો છે અને એટલે ટ્રાફિકની સમસ્યા થાય છે. આ બજારમાં વગર તહેવારમાં પણ એટલું ટ્રાફિક જોવા મળે છે. ત્યારે તહેવારો દરમિયાન અહિં જાણે કે, કીડીઓનું ટોળું ઉમટ્યું હોય તેવું લાગેછે. રોજબરોજના જીવનની તમામ વસ્તુઓ શહેરના આ ગુંદાવાડી બજારમાંથી મળી આવે છે. જેમાં મહિલાઓના શૃંગારથી લઈને ઘરના સજાવટની વસ્તુઓ, લગ્નની વસ્તુઓ, વસ્ત્રો, જૂતાઓ તેમજ મહિલાઓ માટેની એક અલગ કટલેરી બજાર આવેલી છે. જેમાં મહિલાઓની હંમેશા ભીડ રહે છે.

આ બજારમાં ખજૂરપાકથી માંડીને ઉત્તમ પ્રકારના ગોળ પણ મળી રહે છે. ઉપરાંત તહેવાર નિમિત્તે અહીં પગ મુકવા માટે જરાપણ જગ્યા હોતી નથી. તહેવારના સમય દરમિયાન અહીં દિવસથી લઈને રાત્રિ સુધી ટ્રાફિકજામ જોવા મળતો હોય છે. નવરાત્રિ હોય તો તેને લગતી તમામ વસ્તુઓ અહિં આરામથી મળી જાય છે. તો દિવાળી દરમિયાન દીવાઓ, ઘરની સજાવટ માટે અનેક લાઈટિંગ તેમજ ફટાકડાઓ મળી રહે છે.

જોકે, શહેરમાં પ્રથમવાર લોકડાઉનને કારણે હંમેશા કિલ્લોલથી ગુંજતી આ ગુંદાવાડી સૂમસામ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published.