///

કોરોનાના વધતા કેસને લઇ આ રાજ્યએ એક અઠવાડીયા માટે લાદ્યુ લોકડાઉન

કોરોનાના વધતા સંક્રમણને પગલે મિઝોરમની રાજધાની આઈઝોલના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આજે મંગળવારે સવારે 4.30થી લઈ 3 નવેમ્બર સવારે 4.30 કલાક સુધી લોકડાઉન લાદ્યુ છે. તંત્રએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન અને ગૃહપ્રધાને એક ઇમરજન્સી મીટિંગમાં આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે, સ્વાસ્થ્ય પ્રધાન અને ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં એક ઇમરજન્સી બેઠકમાં CMની મંજૂરી મળ્યા બાદ આઇઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે. લોકાડાઉન મંગળવારે સવારે 4.30 કલાકથી લઈને 3 નવેમ્બર સવારે 4.30 કલાક સુધી અમલી રહેશે.

આ પહેલા રાજ્ય સરકારે અનલોક બાદ ખોલવામાં આવેલી સ્કૂલોને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મિઝોરમમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી એક પણ મોત થયું નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે હાલ રાજ્યમાં કોરોનાના 315 એક્ટિવ કેસ છે અને 2,212 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.