///

ઓનલાઈન શિક્ષણ બાળક માટે હાનિકારક, આંખ-કાનની શક્તિ થઈ શકે છે નબળી

હાલમાં કોરોના મહામારીને લઈને શાળા-કોલેજો બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણનો સહારો લેવો પડે છે. પરંતુ ઓનલાઈન શિક્ષણ બાળકોને નુકસાન પણ પહોંચાડી રહ્યું છે. ઉપરાંત બાળકોને હવે મોબાઇલની લત પણ લાગી ગઇ છે, જેના કારણે બાળકોના આંખ-કાન પણ નબળા થયા છે.

આ ઉપરાંત અનેક બાળકોની શ્રવણ શક્તિ નબળી પડી ગઇ તો અમુકની આંખો નબળી પડી ગઇ. બાળકો મોબાઇલ એડીકશન ડિસઓર્ડરનો શિકાર બન્યા છે. તેઓ ચિડચિડયા બનવાની સાથે એકલવાયા પણ બન્યા છે. અભ્યાસની જગ્યાએ બાળકો સોશિયલ મીડિયા અને ગેમ રમવા પર વધુ ધ્યાન આપતા થયા છે. એક સર્વેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ સર્વેમાં સામે આવ્યું કે, ‘વિદ્યાર્થીઓને આંખોમાં બળતરા, માથાનો દુ:ખાવો, અનિંદ્રાની સમસ્યા જોવા મળી હતી. મોબાઇલની લત લાગતા બાળકોનું ખાવા-પીવામાં પણ ધ્યાન રહેતું નથી. સૌથી વધુ 41 બાળકો ફેસબુક, ટિવટર, ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ સાઇટ તથા ગેમ રમતા જોવા મળ્યા, 82 ટકા માતા-પિતાને એ જ ખબર નથી કે તેના બાળકો મોબાઇલ પર શું કરે છે.

Leave a Reply

Your email address will not be published.