////

અમદાવાદમાં કોરોના વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

અમદાવાદ શહેરમાં થોડા સમયમાં આવનાર કોરોનાની વેક્સિન માટે માહિતી એકત્રિત કરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ અંગે AMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે નાગરિકોએ તેઓના ઘરે આવેલા હેલ્થ વર્કર પાસે કોરોના વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેવા તમામ નાગરિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેઓના વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ રજીસ્ટ્રેશન માટે જે-તે નાગરિકોને પોતાનું ઈલેકશન કાર્ડ/ ડ્રાઈવિંગ લાયસન્સ/ પાન કાર્ડ ફોટો આઈ.ડી. તરીકે સાથે રાખવાનું રહેશે. આ પ્રક્રિયા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે નહી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ઓપન કરી કવીક લિન્ક સેક્શનમાં જઇ કોવિડ-19 વેક્સિનેશન રજીસ્ટ્રેશન માટે આપેલી લિંક https://forms.gle/dkFZ8FWtad2gu39u8 પર ક્લીક કરી અથવા ઉપર આપેલી લિંક પર ક્લીક કરી પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે. આ પ્રક્રિયા જેઓનું રજીસ્ટ્રેશન બાકી છે, તેવા નાગરિકોએ જ હાથ ધરવી.

સાથે જ AMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, આપના વિસ્તારના 50 વર્ષથી ઉપરના તેમજ ડાયાબીટીસ, કીડની જેવી ગંભીર બિમારી ધરાવતા નાગરિકોની કોવિડ રસી માટેની નોંધણી બાકી રહી ગઇ હોય તો તેઓ નજીકમા આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ સાથે જઈ તાત્કાલીક નોંધ કરાવી લે. જેથી તેમનો રસી માટેના લીસ્ટમાં સમાવેશ થઇ જાય.

Leave a Reply

Your email address will not be published.