અમદાવાદમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. આ તકે રવિવારે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં 207 કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન 5 લોકોના મોત નિપજ્યાં છે.
આ વચ્ચે અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર એ છે કે, હવે માત્ર 19 સ્થળ જ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે. જ્યારે બીજી બાજુ મ્યુનિસિપલ તંત્રએ હવે કોરોના વેકિસનને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1010 કેસ નોંધાયા છે. જ્યારે 1190 દર્દીઓ રિકવર થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. તો કોરોનાથી રાજ્યમાં 7 લોકોના મોત નિપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,19,125 દર્દીઓ રિકવર થયા છે,
રાજ્યમાં 5,11,276 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,10,133 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 143 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 11,940 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 11,879 લોકો સ્ટેબલ છે. 2,19,125 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4234 લોકોનાં મોત નિપજ્યા છે.