/

લોકડાઉનના પગલે સર્જાતી સમસ્યાઓને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરી રાજ્ય સરકારને રજુઆત

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્ય પર કોરોના વાયરસ ફેલાયેલો છે અને દિનપ્રતિદિન તીવ્રતાથી ફેલાઈ રહ્યો છે.. કોરોના વાયરસના કારણે હજારો લોકો મોતને ભેટી ચુક્યા છે સાથેજ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે સાથેજ રાજ્યમાં લોકડાઉનના પગલે લોકોને અનેક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરાઈ છે. વિપક્ષ નેતાએ આવેદન પત્ર પાઠવી સરકારને રાજ્યના પ્રજાજનો માટે અપીલ કરી છે. આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે દુધ- શાકભાજીની દુકાન, મેડિકલ કે અનાજ કરિયાણાની દુકાન ચાલુ રખવામાં આવી છે પરંતુ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાના કારણે દુકાનોમાં પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.. તો રાજ્યની ગરીબ પ્રજા જે દૈનિક ધોરણે કમાઈને પોતાનો જીવન નિર્વાહ કરે છે તેવા લોકોની આજીવિકા છેલ્લા 8 -10 દિવસથી બંધ છે તેથી તેમની માટે કેશડોલ્સ કે અન્ય સહાયની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. પરેશ ધાનાણીએ સ્થળાંતર કરી રહેલા પ્રજાજનો માટે પણ અપીલ કહ્યા કહ્યું કે- તેમના માટે સમય પ્રમાણ ભોજન અને રાત્રી રોકાણ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.. લોકડાઉનના પગલે રાજ્યના ઝુપડપટ્ટી વિસ્તારના લોકો ભુખ્યા સૂઈ જાય છે જેથી તેમનું તાત્કાલિક સર્વે કરી તેમને આર્થિક સહાય પહોંચાડવાની અપીલ સાથે આવશ્યક ચીજ-વસ્તુઓની કીટની વ્યવસ્થા કરવા સરકારને અપીલ કરી છે.

તો રાજ્યની કેટલીત સ્વૈચ્છિક સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય કરી રહે છે તેનું લિસ્ટ સરકારે પોતાની જોડે રાખવું જોઈએ. વધુમાં તેઓએ કહ્યું કે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોને રહેવા માટે અલગ કોરન્ટાઈન હોમની વ્યવસ્થા કરી ભોજન –પાણી અને અન્ય વ્યવસ્થા તાત્કિલિક ધોરણે કરાવવી જોઈએ.. સાથએજ તેમણે પશુઓને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની પણ માગ કરી છે. આરોગ્ય કર્મચારીઓની જેમ સફાઈ કર્મી, ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓને પણ વીમા કવચ આપવાની અપીલ કરી છે.. ખેડૂતો માટે બિયારણ અને પૂરતા ખાતર માટે વ્યવસ્થા કરાવવાની ભલામણ કરી છે. પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તાર માટે પણ સરકાર પાસે ભલામણ કરી છે.

Leave a Reply

Your email address will not be published.