///

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેશુભાઇ પટેલને પાઠવી શ્રદ્ધાંજલિ

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું હતું. આ તકે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કેશુભાઇ પટેલનું નિધન થયુ હતું. જેના પગલે રાજ્ય સરકારે 1 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતાં, પરંતુ વડાપ્રધાન મોદી પહોંચે તે પહેલા જ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચીને પરિજનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત કેશુભાઈ સાથેના ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.