///

માનવતા મરી પરવારી ? 50થી વધુ વાંદરાઓને મોતને ઘાટ ઉતાર્યા

તેલંગાણાના મહબૂબાબાદમાં 50થી વધુ વાંદરાઓને કોઇ કે મોતને ઘાટ ઉતારી બોરીમાં ભરી અને સૂમસામ જગ્યા પર ફેંકી દીધા હતાં. મળતી માહિતી અનુસાર વાંદરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાની આશંકા છે.

મૃત વાંદરાઓના મૃતદેહ શનિગાપુરમ ગામ નજીક એક પહાડ પરથી મળી આવ્યા હતાં. અધિકારીઓએ જણાવ્યું કે, વાંદરાઓના મૃતદેહ કોહવાઇ ગયા હોવાથી પોસ્ટમોર્ટમ શક્ય નહોતું. વનવિભાગ અને પોલીસ અધિકારીઓએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.