////

ગોધરા નગરપાલિકામાં ઓવૈસીની પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા છીનવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટાભાગની નગરપાલિકા પર કબજો જમાવ્યો છે, પરંતુ પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા પર ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં સત્તા પર આવી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ત્યારે 44 સભ્યો ધરાવતી ગોધરા નગરપાલિકામાં AIMIMના સાત કોર્પોરેટર જીતીને આવ્યા હતા. અપક્ષ 17 કોર્પોરેટરના સમર્થનથી AIMIM ગોધરા નગરપાલિકા પર સત્તામાં આવી છે.

તો અપક્ષ 17 કોર્પોરેટરમાં 5 હિન્દૂ કોર્પોરેટર પણ સામેલ છે, જેમણે ઓવૈસીની પાર્ટીનું સમર્થન કર્યુ છે. સાંસદ ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં પોતાની જોરદાર શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં AIMIMના 9 કોર્પોરેટર જીતીને આવ્યા હતા, જ્યારે ગોધરા તથા મોડાસા નગરપાલિકામાં AIMIMને સારૂ સમર્થન મળ્યું છે.

ગોધરા નગરપાલિકાના સભ્યોની સંખ્યા 44 છે તથા નગરપાલિકાની સત્તા મેળવવા માટે 23 કોર્પોરેટરની જરૂર હોય છે. ત્યારે AIMIMને અહીં 24 કોર્પોરેટરનું સમર્થન મળ્યુ છે. ગોધરામાં આ પહેલા પણ ભાજપ સત્તામાં હતી પરંતુ AIMIMએ ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે, ઓવૈસીની AIMIMએ ગોધરા નગરપાલિકામાં 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાંથી 7 ઉમેદવાર જીત્યા હતા.

Leave a Reply

Your email address will not be published.