///

ભારત ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારીમાં : PAK મીડિયા

પાકિસ્તાને ભારતીય સેનાની કામગીરીને લઇ પોતાના સૈનિકોને હાઈ અલર્ટ પર રાખ્યા છે. પાકિસ્તાનને એવુ લાગી રહ્યું છે કે ભારત વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી શકે છે. આ ખુલાસો કોઈ અન્ય નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ જ કર્યો છે. પાક મીડિયાએ કહ્યું છે કે પાકિસ્તાની અધિકારીઓના હવાલે લખ્યું છે કે ભારત એકવાર ફરીથી આંતરિક અને બહારના દબાણોથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે.

ભારતીય સેનાએ અગાઉ પણ પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ સર્જિકલ સ્ટ્રાઈકથી આપી ચૂકી છે. જેના કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. તે ડરથી ઈમરાન ખાન સરકાર હજુ પણ બહાર આવી નથી અને તેવામાં જો ભારત ફરીથી કોઈ મોટી કાર્યવાહી કરે, તો પાકિસ્તાન ખુબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી જશે. જેના કારણે ઈમરાને પોતાની સેનાને હાઈ અલર્ટ પર રાખી છે.

એક રિપોર્ટમાં કહેવાયું છે કે લદાખ અને ડોકલામમાં લાગેલા ઝટકા બાદ ભારત નિયંત્રણ રેખા અને ભારત-પાકિસ્તાન વર્કિંગ બાઉન્ડ્રી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. હુમલાની શક્યતાને જોતા પાકિસ્તાનના સશસ્ત્ર દળોને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારત પોતાની આંતરિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે આમ કરી શકે છે.

એક રિપોર્ટ મુજબ, ભારત લઘુમતીઓ સાથેના દુર્વ્યવહાર, ખેડૂત આંદોલન, અને કાશ્મીરમાં વધતા અત્યાચારો તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભટકાવવા માટે બોર્ડર એક્શન કે સર્જિકલ સ્ટ્રાઈકનો સહારો લઈ શકે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે 2016માં ભારતે કોઈ પણ પુરાવા વગર એલઓસી પર સર્જિકલ સ્ટ્રાઈકનો દાવો કર્યો હતો. આ પ્રકારની કોશિશ 26 ફેબ્રુઆરી 2019ના રોજ પણ કરાઈ હતી. ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સૈન્ય કેમ્પ પર આતંકીઓના હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. તેવી જ રીતે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર કરાયેલા આતંકી હુમલાના જવાબમાં પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકી કેમ્પને નષ્ટ કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.