///

પાકિસ્તાન : જે વિસ્તારમાં કૂતરાનો ત્રાસ હતો હાઈકોર્ટે ત્યાંના 2 MPAs ને સસ્પેન્ડ કરી નાખ્યા

પાકિસ્તાનમાં આવેલા સૂબા સિંધની એસેમ્બલીના બે સભ્યોને એક એવા કારણે સસ્પેન્ડ કરાયા કે જાણીને તમને આશ્ચર્ય થશે. આ બે સભ્યોને સસ્પેન્ડ કરાયા કારણ કે તેઓ પોતાના વિસ્તારોમાં કૂતરાના ત્રાસથી લોકોને બચાવવાની મુહિમની નિગરાણી ગંભીરતાથી કરતા ન હતા. એસેમ્બલીના સભ્યોના સસ્પેન્શનનો ઓર્ડર સિંધ હાઈકોર્ટની 2 સભ્યોની બેંચે આપ્યો છે. આ બેંચમાં જસ્ટિસ આફતાબ અહેમદ અને જસ્ટિસ ફહીમ સિદ્દીકી સામેલ હતા.

ત્યારે આ મામલે કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, મેમ્બર્સ ઓફ એસેમ્બલી પોતાના વિસ્તારના લોકોને સગવડ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયા છે. આ સાથે જ કોર્ટે અન્ય જિલ્લાના મેમ્બર્સને પણ કહ્યું કે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

આ અગાઉ સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે, કૂતરાના બચકા ભરવાની ઘટના સાથે સભ્યોને કોઈ લેવાદેવા નથી. જેના પર કોર્ટે કહ્યું કે અમને ખબર છે, અમારું મોઢું ન ખોલાવો તો સારું રહેશે. લોકોની સુરક્ષા કરવી એ MPAની જવાબદારી છે. કોર્ટે કહ્યું કે, અમને ખબર છે કે આ ઓફિસર ફંડથી કોને કમિશન અપાય છે.

સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, કૂતરાના બટકા ભરવાની ઘટના જે વિસ્તારમાં ઘટી ત્યાં એમપી સેનેટ ચૂંટણી દરમિયાન મત પણ નાખી શકશે નહીં. આ સાથે જ ઘટના ઘટનારા વિસ્તારના અધિકારીઓના પગાર પણ બંધ થાય અને સરપ્લસમાં રાખવામાં આવે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમના નામ ફર્યાલ તાલપુર અને મલિક અસદ સિકંદર છે.

Leave a Reply

Your email address will not be published.