/

પાકિસ્તાન બળાત્કારી વિરૂદ્ધ આ શખ્ત કાયદો લઇ આવવાની તૈયારીમાં

પાકિસ્તાનમાં બળાત્કારિઓને સજા આપવા માટે ઇમરાન ખાન સરકારે એક નવો કાયદો લઇ આવવાની તૈયારીમાં છે. આ કાયદા હેઠળ બળાત્કારીઓને ઇન્જેક્શન આપીને નપુંસક બનાવી દેવામાં આવશે.

મેડિકલ સાયન્સમાં આ પ્રક્રિયાને કેમિકલ કાસ્ટ્રેશન કહેવામાં આવે છે. મંગળવારે વડાપ્રધાન ઇમરાન ખાને આ કાયદાને અમલમાં લઇ આવવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય યૌન શોષણના કેસમાં પણ જલ્દી જ નિર્ણય આવશે.

પાકિસ્તાનના પ્રાઇવેટ મીડિયા અનુસાર કેબિનેટ બેઠકમાં પાકિસ્તાનના કાયદા મંત્રાલયે આ કાયદાને વડાપ્રધાન સામે મૂક્યો હતો. બાદમાં દરેક બાબત પર ચર્ચા કરવામાં આવી હતી.

આ કાયદાની હાલ કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એક રિપોર્ટ અનુસાર રેપની ઘટના બાદ પાકિસ્તાન પોતાની પોલીસ સિસ્ટમમાં બદલાવ કરવાનું વિચારી રહ્યું છે. તે અનુસાર પોલીસ ફોર્સમાં મહિલાઓની સંખ્યા વધારવામાં આવશે અને બળાત્કારના કેસનો નિર્ણય જલ્દીથી જલ્દી કરવામાં આવશે.

જાવેદ ખાને કહ્યું કે, આ નવો કાયદો જલ્દી જ પાકિસ્તાની સંસદમાં લાવવામાં આવશે. મહત્વનું છે કે, 2018માં લાહોરમાં સાત વર્ષની એક બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જે બાદ જ બળાત્કારીઓને સખ્ત સજા આપવાની માગ ઉઠી રહી છે.

ઇમરાન ખાને કહ્યું છે કે, આ એક ગંભીર મામલો છે અને આ પ્રકારના કેસમાં વધુ સમય ન લેવામાં આવે. આ મુદ્દે કાયદો સ્પષ્ટ અને ટ્રાન્સપરન્ટ હશે જેમાં કડક દંડ વ્યવસ્થા હશે.

Leave a Reply

Your email address will not be published.