અરબી સમુદ્રમાં માછીમારો માછીમારી કરવા હવે ડરી રહ્યા કારણ કે સતત ચોથા દિવસે મરીન સિક્યુરિટી એજન્સી પોટનાઈના પાક હરકત કરી રહી છે આજે વધુ ચોથી વખત ચાર સાથે 24 માછીમારોના અપહરણ કરવામાં આવતા માછીમાર સમાજમાં ફફડાટ ફેલાય ગયો છે

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્રારા 14 ફેબ્રુઆરી એ 4 બોટ સાથે 22 માછીમારો 15 ફેબ્રુઆરી એ 2 બોટ સાથે 12 માછીમારો 17 ફેબ્રુઆરી એ 3 બોટ સાથે 17 માછીમારો અને આજે 8 ફેબ્રુઆરી એ 4 બોટ સાથે 24 માછીમારોના અપહરણ કરતા સુરક્ષા એજન્સીઓ સામે માછીમાર સવાલો ઉઠાવી રહ્યા છે એક તરફ ગુજરાત પ્રવાસે ડોનાલ્ડ ટ્રેમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેવા સમયે પાક મરીન સિક્યુરિટી એજન્સીની હરકત થી સમુદ્રી સુરક્ષામાં ક્યાંકને ક્યાંક છીંડા જોવા મળી રહ્યા છે.